ખળ ખળ વહેતુ શાંત ઝરણુ તુજ ને બોલાવે છે,
એ લાગણીકેરા નીરમાં પલળવા ઝરણાના તીરે એક મુલાકાત કરવી છે..
વસંતના વાયરામાં ખિલતા ફુલ ગુલાબી શબ્દો તુજ ને જ આલેખે છે,
શબ્દોરૂપી વસંતના વધામણા કરવા એક મુલાકાત કરવી છે..
પાનખરના પ્રેમ ભર્યા પુલકિત પર્ણ તુજ ને પોકારે છે, ખરતી એ શબ્દોની પ્રણાલીને વાંચવા એક મુલાકાત કરવી છે..
ફોરમતા ફૂલોની પંક્તિઓની સોડમ તુજ ને પ્રસરાવે છે, ફૂલોની એ સુગંધિત સુવાસ ને માણવા એક મુલાકાત કરવી છે..
મેઘધનુષ્યના એ મઘ-મઘ કરતા રંગો તુજ ને જ ચિત્રાવે છે,
સપ્તરંગોની એ સરવાણીની હોળી રમવા એક મુલાકાત કરવી છે..
રચવા અદ્ભુત સુંદર કવિતા કાગળ ને કલમ તુજ ને ચાહે છે,
કાગળ-કલમ ના સથવારે તારા વ્યક્તિત્વને શબ્દોમાં કંડારવા એક મુલાકાત કરવી છે..
-હેતલ ગોર "હેત..✍️"