રૂપ ને નહીં, પણ રૂપ ને ઉપસાવતું મન ગમે છે!
વાણી ને નહિ, પણ વાણી માંથી વહેતી લાગણી ગમે છે!
પ્રેમ ને નહિ, પણ પ્રેમ માંથી છલકાતી કાળજી ગમે છે!
પરોઢ ને નહિ, પણ પરોઢ ને સુંદર બનાવતું ધુમ્મસ ગમે છે!
ને અંત માં કહું તો,
શીતળ-સવાર ને નહિ, પણ શીતળ-સવાર ને અદ્ભુત બનાવતો સોનેરી પ્રકાશ ગમે છે!
✍️ પ્રકાશીત રગીયા