લાગણી
અણધાર્યા અક્ષરની વાતો આ તારી,
શબ્દો મારા અને વાચા છે તારી.
આ જ અવતારે ને આવે સમયે,
આવે વખતે ને આવે જ પળે.
શ્વાસોની ગણના જયારે થાય છે,
નામ એક તારુ અધરે આવે છે.
હૃદય મારુ યાદમાં રીઝાય,
તો આંખો મારી સાગર બને છે.
અણધાર્યા અક્ષરની વાતો આ તારી,
શબ્દો મારા અને વાચા છે તારી.
સંવેદનાઓનું દર્પણ છે મારુ,
મુખ આ તારુ છે દર્પણ મારુ.
કોઈ છે કોઈથી રીસાણુ આજે,
સાચા સ્નેહે તુ મન મોટુ રાખજે.
એ વિશ્વાસે કે મનાવી લઈશ,
ફરીયાદો તારી હું મીટાવી દઈશ.
અણધાર્યા અક્ષરની વાતો આ તારી,
શબ્દો મારા અને વાચા છે તારી.