વાદળાંને સ્પર્શવાની ઘેલછા,
એક વેંત દૂર નજર સામે,
સફેદ દૂધ જેવા પોચાં રૂ ભાસે,
શરારત કરતાં છેડતાં એકબીજાને,
નયનરમ્ય દ્રશ્ય બારીમાંથી ભાસે,
ખુશ થાય વાદળાં કે મને સ્પર્શવા,
લાગણીભીના કરવાં વિમાન રોજ આવે,
લાગણીરૂપી આંસુ વરસે રોજ ઝાકળ રૂપે,
સૂર્યની હાજરીમાં અસ્ત, દર્દ રોજ પામે.
""અમી""
-અમી