રેસીપીનું નામ:-
ગાજરનું અથાણું
સામગ્રી:-
સામગ્રી
ગાજર – ૫ નંગ,
મીઠું – દોઢ ચમચી,
રાઈના કુરિયા- દોઢ ચમચી,
મરચું- ૧ ચમચી,
હળદર, અડધી ચમચી,
હિંગ – ચપટી,
લીંબુનો રસ – ૧ ચમચો,
સરસિયું -૧ ચમચો
રીત – ગાજરને સારી રીતે છોલીને તેના બે ઈઁચ લંબાઈ ધરાવતા ટુકડા કરો.
તેને ધોઈને સ્વચ્છ ટુવાલમાં લપેટી લો જેથી બધું પાણી શોષાઈ જાય. અથાણાં માટેની બધી સામગ્રી અને ગાજરને બરાબર મિકસ કરીને કાચની બરણીમાં ભરી લો.
તેને એક દિવસ તાપમાં મૂકી દો. બીજા દિવસે તે ખાવા માટે તૈયાર થઈ જશે. આ અથાણું ફ્રીજમાં લગભગ બે અઠવાડિયા સુધી સારું રહે છે.
નોંધ .. તમે ઈચ્છો તો આ અથાણાંમાં લીલાં મરચાંની ચીરીઓ પણ નાખી શકો છો.