હૃદય સહી રહ્યું હતું દુઃખ અપાર,
પડી રહી હતી જયારે સંબંધમાં અદ્રશ્ય તિરાડ.
હૃદય સહી ના શક્યું વધારે પીડાનો બોજ,
ભાવશૂન્ય બનેલા હૃદયોથી સંબંધોમાં સર્જાઈ મોટી ખાઈ
હૃદય જંખતું રહ્યું લાગણી અને સ્નેહ,
મગજ ઇચ્છતું રહ્યું પ્રસિદ્ધિ, પૈસા ને ભૌતિક સુખ.
હૃદય અને મગજની ચાહમાં જિંદગી લડતી રહી લડાઈ,
પૂરી થઈ મગજની ખ્વાહિશ ને હારી ગઈ જિંદગી.