હું જ બોલ્યાં કરું ને તું સાંભળ્યાં કરે તો,
વાત કરવાની મજા ના આવે,
તું જ બોલ્યાં કરે ને હું સાંભળ્યાં કરું તો પણ,
વાત કરવાની મજા ના આવે,
વાતની મજા માટે તારું બોલવું- મારું સાંભળવું,
મારું બોલવું- તારું સાંભળવું જરુરી છે.
હું જ હક જતાવ્યા કરું ને, તું ફરજ નિભાવ્યા કરે,
તું જ હક જતાવ્યા કરે ને, હું ફરજ નિભાવ્યા કરું,
એ કેમ ચાલે??
હું અને તું સમાન હક જતાવીએ,
સમાન ફરજો નિભાવીએ,
તો સ્વર્ગ તો અહીંયા જ છે ને!!
મારામાં મારું હોવું જરૂરી છે એમ,
મારામાં તારું હોવું પણ જરૂરી છે.
તારામાં તારું હોવું જરૂરી છે એમ જ,
તારામાં હું હોવ એ પણ જરૂરી છે.
- વૈશાલી પરમાર