Gujarati Quote in Motivational by અમી વ્યાસ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજના જમાનાની એક હળવીફુલ રચના માણીયે..!!

રૂમાલ ફક્ત આંખોનાં આંસુ લૂછી શકે પણ સાચું કારણ જાણવા તો
*મિત્ર જ જોઈએ.*

ડૉક્ટર હાર્ટ ખોલીને સર્જરી તો કરી શકે પણ હૈયું હળવું કરવા તો
*મિત્ર જ જોઈએ.*

ઓફિસની કડક કોફી હેડેક દૂર કરી શકે. ચાની ચુસ્કી માણવા તો
*મિત્ર જ જોઈએ.*

એચીવમેન્ટનાં સર્ટિફિકેટ ખુશી આપી શકે. દિલથી પીઠ થાબડવા તો
*મિત્ર જ જોઈએ.*

ઇન્સ્ટાગ્રામ કે ટ્વીટર પર ફોલો તો થઇ શકે. સંગાથે રખડપટ્ટી કરવા તો
*મિત્ર જ જોઈએ.*

વૉટ્સએપ્પને ફેસબૂકથી વાત તો થઇ શકે.લાગણીભીનાં સંવાદ માટે તો
*મિત્ર જ જોઈએ.*

ગુગલ કે જીપીએસમાં લોકેશન તો મળી શકે.
ખભાનાં સરનામે પહોંચવા તો
*મિત્ર જ જોઈએ.*

ઝૂમ કે ફેસટાઈમ પર વિડિઓ કોલ થઇ શકે.
મન ભરીને ગળે મળવા તો
*મિત્ર જ જોઈએ.*

દફતર કરતાં ઓફિસની બેગનો ભાર છે ફરીથી કીટ્ટા-બુચ્ચા કરવા તો
*મિત્ર જ જોઈએ.*

*મારા સ્નેહી મિત્રોને સાદર અર્પણ.*🙏

Gujarati Motivational by અમી વ્યાસ : 111667005
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now