ઋતુઓની રાણી
એક શિયાળાની બપોરે ઋતુઓની રાણી વસંતના આગમનની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. સૌ દરિદ્ર વૃક્ષઓ પણ આજે રોજ કરતા વધારે ખુશી મહેકતા હતા. ગુલાબી ઠંડીમાં ગુલમહોર અને કેસુડાએ તો બીજા ઘણાં વૃક્ષઓ ને પણ વિચારતા કરી દીધા કારણ કે તે બંન્નેએ ઋતુઓની રાણીઓના આગમન માટે કંઈક અલગ જ સેજ સજ્યા હતા. એ તો એ જ જાણે. કુમળી વેલ તો જ્યારે નમીને લચકી પડતી ત્યારે રસવિહીન થતો એવો પીપળો પણ હરખાઈ આવ્યો. જેમ જેમ વસંત ધીરે ધીરે નગરમાં પ્રેશતી ગઈ ત્યારે પરણતી કન્યાઓ ના લગ્નમાં વાગતી શરણાઈના શૂર એ વાતાવરણને વધારે આહલાદક બનાવતી હતી. ગુલોમહોર તો વસંતને જોઈ અચંપો પામી ગયો. શિશિર અને હેમંત કરતા પણ વસંત તો ભારે ખુશનુમા નીકળી હો.. ! મેં તો વસંત પ્રત્યે સાંભળેલા વાંચેલ એથીય વધારે અનુભવી ત્યારે સારી લાગી.
ત્યારે કેસુડો બોલ્યો અલ્યા લય ગુલમહોર હોવે તેને બહારથી અંદર લાવ. જેમ જેમ વસંત નગરમાં પ્રવેશતી ગઈ તેમ તેમ ગુલાબી હળવી હળવી લહેરોમાં સુગંધ વહેરતી આગળ વધી. પછી તો જૂનો પીપળો પણ હળવો થવા લાગ્યો. અને તેને નવી કૂંપળો ઉગી નીકળી પછી તો વાત જ શુ કરવી . !! ઋતુ રાની દરરોજ ગુલમહોર પાસેથી નીકળે ત્યારે ગુલમહોર તેની નજીક જવાની કોશિશ કરે . પણ એટલું પુરતું નથી નજીક હોવા છતાં પાસે આવવું એ જ કામ ખરેખર ખૂબ અઘરું છે. તેમ છતાં, પણ ગુલમહોરે કોશિશો તો કરી આખરે બધું વ્યર્થ હતું. કારણ તેની પાસે પચોચતા જ તેના મનના ભાવો ઓસરી જાતતા. જ્યારે કેસુડો તો તેની સાથે ખુલા દિલે વાતો કરતો તો ઘણી વખત તો કેસુડો ગુલમહોરને કહેતો હું પણ તમારી જેમ પ્રેમ કરુછું ? પણ બધું ફોગટ છે તો વાસ્તવમાં પ્રેમ એટલે શું ? પ્રેમ એટલે કે જાણે એક બાગમાં ગુલાબના, મોગરો, ચંપો જેવા અનેક પ્રકારે ફૂલો છે. તેમ છતાં પણ જે એક જ ફૂલ ગમે એ પ્રેમ છે. તમે કિનારે થઈ જોઈશો તો વિશાળ દરિયો છે, પરંતુ સફર ખેડશો તો વધારે અંતર નથી આ પ્રેમ છે.
બીજી સવારે ગુલમહોરે કેસૂડાની વાત ધ્યાનમાં રાખતા ઋતુરાણી ને ઉદ્દેશીને કહ્યું : " જે બંને બાજુથી સંવેદના અનુભવે ને ગેરહાજરી કે પછી ખાલીપણું, એક કોરા કાગળ જેવું મન થઇ ગયું હોય ને તેમાં પ્રિય અને પ્રેયસીની વચ્ચે એક ક્ષિતિજ જેવી ધૂંધળી ભેદરેખા નથી. તે પ્રેમ છે.
જીવનમાં જાત સાથે હોય કે ન હોય તો પણ જિંદગીમાં એક સાથી હોવો ખૂબ જરૂરી છે. જેમના ખભા પર માથું ટેકવીને આપણે ખુદની પીડા હોય કે સુદ્ધા લાગણી ને ગભરાયા વિના કહી શકીએ. જે માણસને જીવનમાં પ્રેમની હૂંફ નથી મળતી તે સંકોચન પામેલા ફૂલ સમાન બની જાય છે.
અંતે મારે એટલું જ કહેવું છે. કે સુગંધથી ફૂલ સુધી પહોંચાય, તેના બાગ સુધી જવાઈ નહીં
પરમાર ભાવેશ ડી. સ્નેહ