*ચાલ જીવન નામે પેપરને*
*લીક કરી જોઈએ.*
*ને આઈ.એમ.પી મળે તો*
*ક્લીક કરી જોઈએ.*
*દુઃખ નામના દાખલાઓ*
*ગણતા ફાવે નહીં.*
*તો કૃષ્ણ નામની કાપલીની*
*ટ્રીક કરી જોઈએ.*
*સપ્લીમેન્ટરી સ્વાર્થની*
*આખી ભરીને શું થશે*
*પરમાર્થ નામે પ્રશ્નો પહેલાં*
*પીક કરી જોઈએ.*
*કોર્સ બહારનું પૂછવામાં*
*પરમેશ્વરને આવે મઝા*
*તૈયારી ત્રિકમને તૃપ્ત કરવા*
*ક્વિક કરી જોઈએ.*
*ને ફોડેલાં પેપરમાં*
*કશું જો સમજાય નહિ તો*
*હરિ ઇચ્છા’ નામે ખાનામાં*
*ટીક કરી જોઈએ.*