મેળાપ હસ્તનો હોય તો જ હસ્તમેળાપ ?
જો એમાં જોડાય દિલ, તો ખીલે પ્રેમ !!
આંખોની લજ્જા સમાય તો હેત ઉભરે,
સ્મિતનાં દ્વાર ખુલે તો હૈયું થનગને,
ગરદન ઝૂકે જો માનમાં તો આલિંગન બને,
નાજુક કળી એક ફૂલની જેમ ખીલે,
હાથોમાં હાથ હોય જન્મભરનો, એ હસ્તમેળાપ.
જ્યાં હોય હસ્તાક્ષર પ્રણયનાં, મનમીતનાં દિલનાં.
""અમી""
-અમી