રાધાનો સાદ જોને સાંભળી ને શ્યામ,
થાય વૃંદાવન જાવાની હામ તો,
પેલી ગોપીના સ્નેહ છે તારે હેતે જ,
જોને રંગભર રમતો તું રાસ.
જમનાનો તટ પેલી ડાળી કદંબની.
ને ઊપર આ ખુલ્લુ આકાશ.
એક એક વાસળીનાં સૂર રે સૂરીલાં,
ને નતૅન આ દિલને ધબકાર.
જામ્યો મહારાસ શ્યામ સપનાંના દેશ,
હવે આવોને સામે સાક્ષાત્..
-ડૉ.સરિતા (જલધિ)
-Dr.Sarita