ઉતરાધઁ
હતી સમુદ્ર માં ભરતી, તો કિનારે ઉજાસ થઈ ગયો, વીતી હર ક્ષણો આમ જ, કે જીવનમાં ઉલ્લાસ થઈ ગયો.... (૧)
હરખથી કરો કિલ્લોલ, આવીને જીવનરૂપી બાગમાં, નહિં મળે ફરી આ ક્ષણો, એ નિર્ધાર થઈ ગયો.... (૨)
ચડતી પડતી નાં આંટા માં અટવાઈ છે જિંદગી, જો વિચારો આ જ છે જીવન, તો જાણે વિટંબણા નો ઉકેલ થઈ ગયો.... (૩)
જીવન ની પળો છે મહામૂલી, ઉચિત ઉપયોગ કરાય, સમજતા સમજતા એ મમઁ જીવન નો ઉતરાધઁ થઈ ગયો.... (૪)
સમજાયું મને તકલીફ પરીક્ષા છે ,પછી અંદરનો કકળાટ શમી ગયો, સાંભળી સમુદ્ર નો ઘુઘવાટ આજે, હૈયામાં થનગનાટ થઈ ગયો.... (૫)
હવે છોડો ચિંતા કાલની, ગયેલું પણ પાછું વળશે, મારે માણવી એ ચાંદની રાત ફરીથી, સમય ને પણ મારો વિશ્વાસ થઈ ગયો.... (૬)
-Dr. Brijesh Mungra