મારા પ્રભુ માટે..
પ્રભુ તારી દુનિયામાં જાતભાતના લોકો...
કોઈ તને પથ્થરમાં શોધે તો કોઈ તારા,
અસ્તિત્વ પર ઉઠાવે વાંધો....
તારા જ ઘડિયા તુજને બનાવે,
ચપટી સાકરમાં તુજને પટાવે.....
પ્રભુ તારી દુનિયામાં જાતભાતના લોકો....
તન ,મન આપ્યું છે સદ્કાર્ય કરવા,
કરે છે મનમોજો કે પ્રભુ તારી દુનિયામાં....
સ્મરણ કરવા આવી હતી તુજને,
આ દુનિયાની માયાજાળમાં ફસાવી મુજને.
પ્રભુ તારી દુનિયામાં જાતભાતના લોકો......
આતમને ઓળખીના શકી ત્યાં તો,
પરમાત્મા એ મોકલી વિમાન✈️ ની બે પાંખો....
ક્ષિતિજ ની આશામાં ઘરતી પણ ગુમાવી કે....
પ્રભુ તારી દુનિયામાં જાતભાતના લોકો.....