વિચારોની શરૂઆત ૭
૨૨/૦૨/૨૦૨૧
- સમય નામની કોઈ જ વસ્તુ નથી, મહાન વૈજ્ઞાનિકો જેવા કે આઈન્સ્ટાઈન,ન્યુટન,સ્ટીફન હોકિંગ,રોનાલ્ડ મેલેટ ને ધ્યાનથી વાંચો તો તેઓ કહી ગયા છે કે આ યુનિવર્સ માં બધું એક સાથે ચાલી રહ્યું છે સમય વીતી રહ્યો છે એ એક ભ્રમ છે યુનિવર્સમાં રહેલો દરેક કણ દરેક વસ્તુ બ્રહ્માંડ બધું એક લાઇનમાં જઇ રહ્યું છે.
- જો તમે લો ઓફ ઍટરેક્શનમાં બિલિવ કરતા હોવ તો જોઈ શકશો કે જે ઈચ્છા તમારી પ્રબળ છે તે એક દિવસ જરૂર મળે છે.
વિશ્વમાં તમે એક પ્રબળ ચુંબક છો અને જેવી ઈચ્છા તમે રાખો છો યુનિવર્સ તમને એ જ આપે છે તે નથી જાણતું કે શું સાચું છે અને શું ખોટું બસ તમારા બીલીફને જાણે છે અને જેટલી સ્ટ્રોંગ વેવ્સ તમે ફેંકો છો એ વસ્તુ મેળવવા માટે એટલું જ જલ્દી એ રીએક્ટ કરે છે.
જેમ કે ગ્રેહામ બેલ જેણે ટેલીફોનની શોધ કરી,
કોઈક એવું માણસ જેણે પોતાના વિચારોમાં એક બીલીફ અને તસ્વીર બનાવી હશે જેને આપવા માટે યુનિવર્સએ બધું જ કર્યું.
ધ્યાનથી જોઈએ તો આપણા હાથમાં રહેલી વીંટી,કાનમાં રહેલી રિંગ્સ,કપડાં, ઘર,ગાડી વગેરે નાનામાં નાની વસ્તુ માટે કોઈએ બીલીફ રાખ્યું હશે સ્ટ્રોંગ વિચાર્યું હશે કે આવું કઈક બની શકે જેના પરિણામે આજે અશક્ય વસ્તુઓ શક્ય બની છે.
સાર એ જ છે કે તમે વિચારી રહેલી તમામ વસ્તુઓ શક્ય છે અને યુનિવર્સમાં અસ્તિસ્વ ધરાવે પણ છે બસ તમારે એ વિચારવાની જરૂર છે એને એટ્રેક્ટ કરવાની જરૂર છે તમારું ચુંબકત્વ જેટલું સ્ટ્રોંગ હશે એટલી જલ્દી એ વસ્તુઓ તમે આકર્ષી લેશો.
- તો પછી દરેક માણસ કેમ પોતાના બીલીફનું મેળવી શકતો નથી?
કારણ એટલું જ છે કે એ પોઝીટીવ ઓછું અને નેગેટિવ બીલીફ વધારે વિચારે છે.લો ઓફ એસ્ટ્રેકશન તમે જે વિચારો છો એના પર જ કામ કરે છે જેમ આગળ કહ્યું એમ તેને સાચા ખોટાની સમજ નથી.સાચું ખોટું તમારે ખુદ વિચારીને એના પર બીલીફ કરવાની જરૂર છે.