Gujarati Quote in Poem by Bhumi Joshi "સ્પંદન"

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલ ને કરીએ એક અનોખી ભાગીદારી...!!

ખળ ખળ ઝરણું બની વહેતો રહે તું મુજમાં..!
  ને એ ઝરણાંના તરંગો બની લહેરાવું હું તુજમાં..!!

ચાલને કરીએ એક અનોખી ભાગીદારી...!!

ખીલે લાગણીની લીલી કુંપળો તારા હૈયે...!
 ને એ કુંપળોની કુમાશ ખીલે મારા હૈયે...!!

ચાલને કરીએ એક અનોખી ભાગીદારી...!!

મારા પ્રેમમાં લથબથ ભીંજાય તું...!
ને એ ભીનાશ માં તરબોળ હું...!!

ચાલ ને કરીએ એક અનોખી ભાગીદારી...!!

તારા હોઠે રમતા મીઠા સ્મિતમાં ઝલક મારી...!
ને એ ઝલકમાં પરછાઇ બની હું સંગ ફરતી તારી...!!

મારા હર સ્પંદનોમાં રણકાર બની રણકે તું હર દમ..!
ને એ રણકરના મીઠા ગુંજનમા ધડકું હું હર દમ...!!

ચાલને કરીએ એક અનોખી ભાગીદારી...!!

Bhumi Joshi "સ્પંદન"
22/2/2021

-Bhumi Joshi "સ્પંદન"

Gujarati Poem by Bhumi Joshi
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now