Gujarati Quote in Good Night by Anubhav ni yaad hamesha

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એય બીઝીબગ !
ચલ, સંતાકૂકડી રમીએ.
સંતાઈ જા તુૃં ભીતર, મનને
ટીંગાટોળી કરીએ.
એય બીઝીબગ !
ચલ, સંતાકૂકડી રમીએ.

ટેરવે ટેરવે રમત નથી, નદી કે પર્વત ? બોલ !
ધબ્બો દઈને થપ્પો કરવા, દ્વાર ફલકનાં ખોલ.
ચકાચકીની ખીચડીમાંથી
પૂરણપોળી કરીએ
એય બીઝીબગ !
ચલ, સંતાકૂકડી રમીએ.

કલર કલર કયો કલર બીઝી લાઇફસ્ટાઇલનો?
સાંકળી કરવા હાથ ઝાલ, ખો-ખો શીશમહેલનો.
ભેટી લઈએ ફૂદડી ફરતાં
રંગારોળી કરીએ
એય બીઝીબગ !
ચલ, સંતાકૂકડી રમીએ.

--નિર્મોહી

Gujarati Good Night by Anubhav ni yaad hamesha : 111665121
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now