વિચારોની શરૂઆત ૬
૨૧/૦૨/૨૦૨૧
- કોઈ વ્યક્તિને ગરીબ કે મિડલ કલાસ બનાવનાર હોય તો તે માણસ પોતે નથી હોતો તેની પાછળ સમાજ રહેલો છે જે વારંવાર કહેશે તારી પાસે કશું નથી તું શહેરમાં રહી શકતો નથી તારી પાસે ગાડી નથી તારું સારું ઘર નથી.
હા સમાજની સારી બાબતો છે જ પણ સિક્કાની બે બાજુઓ જેવી.
- જ્યાં સુધી જીવનમાં મુશ્કેલી ન આવે ત્યાં સુધી કઈ જ ન આવે પૈસા કમાઈ લીધા કઈક સ્ટેન્ડ બનાવી દીધું તે પછી સુઈ રહીને કોઈનું જીવન મોજમાં જવાનું નથી ભગવાનજી એ તમને એ સ્ટેન્ડ આપ્યું છે તો પરીક્ષા પણ લેશે બસ પેન પેપર અને પ્રશ્નપત્ર તમને નહિ આપે.
- ખૂબ જ દુઃખમાં જીવન નીકળી રહ્યું હોય ત્યારે તમને સમજનાર કોઈક જ હશે બાકી કોઈને ફરક પડશે નહિ તમારુ ઘર અને તમે કેમ કેમ જીવો છો માટે પોતાની તકલીફ પોતાના સુધી રાખીને તેનો ઉપાય શોધવો.
- દોસ્તો શોધવા પણ એટલા જ કે જે સાચા જ હોય એના કોન્ટેકટ લિસ્ટમાં ફક્ત તમારું નામ ન હોય, તેના ફોનમાં તમારા નામની પણ કોઈક અલગ પહેચાન હોય.
- સફરમાં ચાલ્યા છો તો રસ્તાઓ સાથે મિત્રતા કરવાનું છોડી દેવું,
કોઈક સારો મળશે કોઈક ખરાબ સારો હશે તો લગાવ આવી જશે અને ખરાબ મળ્યો તો સમય બરબાદ થશે.
- સૌથી વધારે મહત્વનું છે સંસ્કાર અને તમે જ્યા જોડાયેલા છો એ સંબંધો,
તમારા દાદા દાદી માતા પિતા ભાઈ બહેન આ સર્વેએ તમને ઘણું જ આપ્યું છે ઘણું જ બધુ જે શબ્દોમાં વર્ણન કરવું શાયદ મારા માટે મુશ્કેલ છે અને વિચારવું તો એનાથી એ મુશ્કેલ.
- ઘણું મળ્યા પછી પણ ક્યારેય ન ભુલવું પાછળ તમે શું હતા,
લોકો ઈજ્જત ભલે તમારા નામની કરતા હશે પણ કુદરત તમારા કામના કારણે નામ અપાવે છે. જે દિવસ ચારિત્ર્ય બગડ્યું કામ પણ બગડશે અને નામ રહેશે નહીં.