માતા છે મારી માતૃભાષા પ્યારી,
છે ઉપયોગી મારા ઘડતરમાં પ્યારી,
છે સમાજનું એકીકરણ કરનારી,
છે સૌમાં આત્મવિશ્વાસ જગાડનારી,
છે સૌનો જીવનમાં વિકાસ કરનારી,
છે છંદો, અલંકારોથી સજેલી,
છે સૌના હૈયામાં ધડકન બની વસેલી,
મિઠુડી છે મારી બોલી પ્યારી,
પાઠવે રાજલ સૌને શુભેચ્છા વિશ્વ માતૃભાષા દિનની....
-Rajeshwari Deladia