તું લળ ઝગળ મને પરેશાન કર,
મારી આંખોથી તને અળગી ના કર.
સંબંધ ને સાચવવો છે જવાબદારી આપણી,
તું તારું મારું કરી બધી બાબતો અલગ ના કર.
છે આપણી જિંદગીનો સફર પણ ઘર થી કબર સુધી,
આમ ખોટી હઠ પકડી તું વચમાં રોકાણ ના કર.
હતો આશિક, છું આશિક ને રહીશ આશિક તારો,
તારા હેતના ઝરણાંને તું મુજ હ્રદય ધરાથી અળઘા ના કર.
નાની નાની વાતો આપણી વિશે તું કોઈ ત્રીજાનું સાંભળી,
નાની નાની વાતોના આપણી તું મોટા પડઘા ના કર.
પ્રેમ ધર્મ નિભાવો ફરજ છે આપણી પણ,
તારા મનની વાતને મને કહેવામાં તું શરમ ના કર.