યાદો થી જીંદગી જીવાય જાય છે
હવે ક્યાં કંઈ ખાસ એમની સાથે વાત થાય છે,
અંતે તો બસ યાદો થી જીંદગી જીવાઈ જાય છે....
બંધ આંખે જોયેલા જીવતર કેરા સ્વપ્નો...
હવે ખુલ્લી આંખે પણ ક્યાં દેખાય છે...
અંતે તો બસ યાદો થી જીંદગી જીવાઈ જાય છે....
એકમેક સાથે નો સમય બસ યાદો થી સચવાય છે,
અંતે તો બસ યાદો થી જીંદગી જીવાઈ જાય છે....
પ્રેમ હોય કે દોસ્તી સાથ ક્યાંક તો છૂટી જ જાય છે...
અંતે તો બસ યાદો થી જીંદગી જીવાઈ જાય છે....
જીવતર ના રંગો નો ઉમંગ વિસરાઈ જાય છે...
અંતે તો બસ યાદો થી જીંદગી જીવાઈ જાય છે....
સંબંધો હવે મોબાઈલ થી જ સચવાય છે..
અંતે તો બસ યાદો થી જીંદગી જીવાઈ જાય છે....
અંગત ની સંગત સૌ થી વહાલી લાગે વાત એ સાવ સાચી,
પણ અંતે એ સંગત ક્યાંક તો આડા હાથે મુકાઈ જ જાય છે,
અંતે તો બસ યાદો થી જીંદગી જીવાઈ જાય છે....
જીવતર ઉજાળે એવા સ્નેહ સંબંધો અંતે તો યાદો થી જીવાય છે...
અંતે તો બસ યાદો થી જીંદગી જીવાઈ જાય છે...
સંકેત પંડ્યા
ઇન્સ્ટાગ્રામ આઇડી :- rainbow_ofwords