તારી આંખોના આ દરિયામાં ડૂબવા દે મને,
તારા હોઠોની આ શરાબ તું પીવા દે મને,
હા ! ખબર છે કે નથી કોઈ અધિકાર મને,
પણ ઘડીભર સાંભળ અને કહેવા દે મને,
તને ચાહવા જ અવતર્યો છું હું, એમ લાગે છે મને,
હજી એકવાર મળ્યા છીએ અજાણ આપણે
બે - ચાર મુલાકાત કર અને તારા પ્રેમમાં વહેવા દે મને.
ખબર નથી આ નવી નવી લાગણી શું રંગ લાવશે ?
જે થાય તે થાય બસ તને ચાહવા દે તું મને.
ડરું છું આ બધી વાતો તને કહેતા હું પણ
કલમ તું ના રુક, સદંતર લખવા દે તું મને.
હાલ તો રાહ જોવું મારી સફળતાની હું,
બસ ત્યાં સુધી બેમતલબ તને જોવા દે તું મને .