દુનિયા હસતી રહી મારા વ્યંગ પર
હું ખુશ હતો મારી શાયરીના સંગ પર
ઘમસાણ થઈ ગયું પુરા દેશમાં આજ
નેતા ઘસઘસાટ સુતો હતો પલંગ પર
પ્રજાતંત્રનો દરિયો જ ડુબવા લાગ્યો
તે સવાર હતો ભ્રષ્ટાચારના તરંગ પર
સદનો ગજાવ્યા સીમાડાની ઘટના પર
કોઈ મંત્રી તો મુકો દીકરીને ત્યાં જંગ પર
ઇજ્જત ન આપો તો ચાલશે નરાધમો
વાર તો ન કરો માઁ ભારતીના અંગ પર
મારા બધા લેખો તેને કચરામાં નાંખ્યા
"મનોજ" લખવાનું બંધ કર, નંગ પર.
મનોજ સંતોકી "માનસ"
-Manoj Santoki Manas