વિચારોની શરૂઆત ૫
૨૦/૦૨/૨૦૨૧
- સ્વ સાથે દગો ન કરી શકનાર અન્ય સાથે કદાપિ ન કરી શકે.
- ખુદને સારા સમજનાર સૌ કોઈ છે પરંતુ સત્ય એ છે કે સારા આંગળીએ ઘણી શકાય એટલા જ.
- આપણે જેવા બનીએ તેવુ વાતાવરણ બને.જ્ઞાન મેળવીએ તો જ્ઞાની લોકો,સમય વેડફફિએ તો નકામા લોકો,પ્રેમમાં ગળાડૂબ થઈએ તો પ્રેમી લોકો વગેરે...
- તમારી ફેમિલી માટે તમે એક સિવી(Resume) છો તમારા ખુદના હાથમાં છે એને કેટલું સજાવવુ.
- બ્રેકઅપના દુઃખમાંથી બહાર નીકળવા એક સરસ પ્રશ્નનો જવાબ મળ્યો,
'જીવનમાં તમે ઘણું પોતાનું પોતાનું કરી લો પણ અંતે છો તમે એકલા જ યાદ રાખીએ છેલ્લા પડાવમાં પણ તમારે એકલા જ જવાનું ભાગ્યે જ ક્યારેક બની શકે કે કોઈ દંપતીનું મૃત્યુ સાથે થાય નહિતર એકના મૃત્યુ બાદ બીજા પાસે ફક્ત યાદો રહી જતી હોય છે.
- ખુદ પર કામ કરતા શીખવું જે ભૂલો ૨૦ વર્ષની અંદર ઉંમરના વ્યક્તિ કરી ચુક્યા છે તે ન કરશો,
એ ઉમર જ કંઈક એવી છે જ્યાં પ્રેમ જ સર્વસ્વ લાગે પરંતુ તે સિવાય પણ ઘણું હજી બાકી છે જે આગળ જીવવાનું છે તેના માટે તૈયાર રહીએ ખુદને મજબૂત ઢાલ બનાવી.
મુશ્કેલી આવશે પણ યોદ્ધા તરીકે લડવું કે કાયર માફક રડવું એ આપણા હાથમાં,