ખૂદને જ જાણે હું પ્રેમ કરવા લાગી,
મળવા તને બહાના ઘણાં કરવા લાગી,
દર્પણને મારી લજ્જા વાહલી લાગી,
હા... એ.. તારો તો પ્રેમ છે.......
સપનાઓ સજાવું ન જોઉ રાત-દિન,
ઉમરે બેસી નિહાળુ ડગર હસીન,
ક્યારે આવે મારા મનનો એ મિત,
હા... એ.. તારો તો પ્રેમ છે......
ચાંદને જોઉં ચાંદની સંગ ખીલતા,
સુરજ સંગ કિરણોની ઉભરતી બેલા,
અનેરી ઊર્મિ સંગ ઊછળતા હૈયા,
હા... એ.. તારો તો પ્રેમ છે......
નિખરે રૂપ જેમ ગુલાબો ખીલતા,
નશીલા નયનોના દરિયા છલકતા,
લેહરાતા કેશ સંગ ઝાંઝર ખનકતા,
હા... એ.. તારો તો પ્રેમ છે....
હાથોમાં હાથ લઈ સફર સંગ ખેડશું,
પથરીલી રાહે ન સાથ કદી છોડશું,
કસમ ભરોસાની ભરોસો ન તોડશું,
હા... આ..જ..તો પ્રેમ છે.....
-Doli Modi..ઊર્જા