હરેક રાત મહેફિલ જામે છે, હું નશામાં છું,
લાગે છે એવુ કે એ સામે છે, હું નશામાં છું.
એ સળગાવતી ચાંદની, ને આભાસી દ્રશ્યો,
એ છત પર ગુફતગુ જામે છે, હું નશામાં છું.
નજરના પરિણામ આ નજરથી મળી નજર,
તેની એ કાતિલ નજર સામે છે, હું નશામાં છું.
શત્રુઓ પણ દાદ આપી ગયા મારી હિંમતને,
રોજ ગુન્હો કરી માફી પામે છે, હું નશામાં છું.
ભ્રમ હતો કે પથ્થરની દીવાલોમાં તું વસે છે,
પીવું છું એક જ ઘૂંટ તું સામે છે, હું નશામાં છું.
સુધરવાની સલાહ ન આપો, બગાડનારાઓ,
જામ સુધી કોણ હાથ થામે છે, હું નશામાં છું.
"મનોજ" દિલદાર બનવું હોઈ તો રોજ આવો,
પુરી દુનિયાનો તાજ સામે છે, હું નશામાં છું.
મનોજ સંતોકી માનસ