ધન્ય જિંદગી
છે જીવન ત્યાં સુધી મહાલતા રહેજો, હસીને આ ક્ષણને વધાવતા રહેજો.... (૧)
છે ભેટ ઈશ્વર ની આ મહામૂલું જીવન, ધન્યતા અનુભવી એને સ્વીકારતા રહેજો.... (૨)
પાસ છે અહીં તો કોઈ છે ફેઈલ, પણ આ જ છે વૈવિધ્યતા જિંદગી ની, એ સૌને શીખવાડતા રહેજો.... (૩)
સુખ દુઃખ છે સિકકા ની બે બાજું, પણ સમય ને સોનાની જેમ શણગારતા રહેજો.... (૪)
કરશો જો ગુલાલ જીવનની ક્ષણોનો, ગમતા રહી સૌને, બધાને ગમાડતા રહેજો.... (૫)
હું આવું અટારીએ જો સમય બનીને, કેમ છે એમ કહી હસીને હસાવતાં રહેજો.... (૬)
-Dr. Brijesh Mungra