તારાં નીચલા હોઠ નીચેનો તલ,
મને ગમે છે.
તારું એ પ્રેમાળ હાસ્ય,
મને ગમે છે.
તારી એ લાંબી સ્નીગ્ધ ડોક,
મને ગમે છે.
તારાં હાથની એ આંગળીઓ,
મને ગમે છે.
દાડમના દાણા જેવાં તારાં દાંત,
મને ગમે છે.
તારો ખળખળ વહેતા ઝરણા જેવો અવાજ,
મને ગમે છે.
રોજ સવારે ઉઠીને સૌથી પહેલાં,
તારો ચહેરો જોવાનું,
મને ગમે છે.
તું મને ખૂબ જ ગમે છે.
હું તને ચાહું છું.
- વૈશાલી પરમાર