સર્વ કળીઓ ના ખ્વાબ માં આવિ ,
તારી ખુશબુ ગુલાબ માં આવિ .
આંખ પ્યાલી માં ઓગળી ગઇ ,
કોની છાયા શરાબ માં આવી .
તારા હૈયે જે વાત ઘુંટાઇ ,
જોએ મારી કિતાબ માં આવી .
એણે જ્યારે નજર કરી ઊચી ,
રોશની આફતાબ માં આવી .
લાખ કાગળ લખ્યા હશે ત્યારે ,
બસ લીટી એક જવાબ માં આવી .