જ્યારે તમે ન હશો ત્યારે હું શું કરીશ,
હે "પિતા" હું કોના ઉપર ભરોશો કરીશ,
જીવન ના પડકારોનો સામનો કઈ રીતે કરીશ,
કોણે કહેશે મને કે આમ ના કરીશ તેમ ના કરીશ,
હું કોની પાસે સમસ્યા નું સમાધાન કરીશ,
સહી શકીશ નહિ હું દુઃખ માં ચોધારે રડીશ,
સાચા ખોટા નિર્ણયો ની પરખ કઈ રીતે કરીશ,
તમારા વિના એકલો હું કઈ રીતે જમીશ,
જુવાની ની મારી ભૂલો ને હું માફી નહિ કરીશ,
તમને આપેલા દુઃખો ની દવા કઈ રીતે કરીશ,
તમારો હાથ રહે મુજ પર એજ દુઆ રોજ કરીશ,
ગર્વ કરો તમે મારા પર એ કોશિશ હું રોજ કરીશ,
- Ni'K