કોઈ કહે છે, સાત દિવસ ને
સાત રાતનું પેકેજ એટલે પ્રેમ??
હું કહું છું,
ચાંદની રાત,એક ઝૂલો અને
હાથમાં તેનો હાથ એટલે પ્રેમ !
કોઈ કહે છે
પેરિસની સાંજની ઝાકઝમાળ એટલે પ્રેમ.?
હું કહું છું
એને અચાનક ભેટ આપું ને
એના નયનોમાં જે ચમક આવે તે પ્રેમ!
કોઈ કહે છે
કાશ્મીર ના બાગમાં સાથે ફરવું એટલે પ્રેમ?
હું કહું છું,
ચૂપચાપ એકાદ ગજરો એના
વાળમાં ટાંકી દેવો એટલે પ્રેમ!
કોઈ કહે છે,
ફૅન્સી અને સ્ટાઈલિશ વસ્ત્રો પહેરી
પતિ સાથે ફરવું એટલે પ્રેમ....
હું કહું છું,
તહેવારના દિવસે સજીધજીને તૈયાર થયેલી
પ્રિયાને આંખ ભરીને જોવી એટલે પ્રેમ!
કોણ કહે છે,
એને ગુલાબનો ગૂચ્છો આપવો એટલે પ્રેમ.?
હું કહું છું,
બધાંના દેખતાં એકાદ ક્ષણ ચોરીને તેને
"સુંદર દેખાય છે તું" એમ કહેવું
અને તે સાંભળીને એના ચહેરાનું
ગુલાબી થવું એટલે પ્રેમ!
કોણ કહે છે,
એના સૌંદર્ય પર કવિતા કરવી એટલે પ્રેમ.?
હું કહું છું,
તે પિયર હોય ત્યારે પ્રત્યેક કવિતામાં
એને જોવી એટલે પ્રેમ!
કોણ કહે છે,
લાજશરમનો પડદો ભેદી
એકમેકને જોઈ-જાણી લેવા તે પ્રેમ!
હું કહું છું,
સગાઇ નાં પચીસ વરસ પછી પણ
ઉખાણામાં એનું નામ લેતાં ય શરમાવું
એટલે પ્રેમ!
કોણ કહે છે,
લગ્નના ૧૦ દિવસ સુધી હોય તે પ્રેમ.?
હું કહું છું,
મનમાં પ્રેમ વહેતો રાખીએ તો
આજીવન ટકી રહે તે પ્રેમ!!!