બેફામ જિંદગી
પરહેજ છે જમાનાનો, નકાબ ની મને આદત નથી, છે ખુલ્લી કિતાબ આ જિંદગી,છૂપવવાની હવે કોઈ પળોજણ નથી... (૧)
મળશે એ મારું છે, ના મળે એ કોઈક નું હશે, નસીબ ની આ રમતમાં, લોલુપ થવાનું હવે કોઈ કારણ નથી.... (૨)
ભલે આઝાદ પરિંદાઓ ઉડતા રહે ઉચા ગગનમાં,ઘૂંટાઈને ભરવો પડે શ્વાસ, એ મને હવે ફાવટ નથી.... (૩)
મળીશું તો કરીશું હરષોઉલલાસ, કે જિંદગી પણ બે ઘડી જોઈ રહે, પણ મળવું કારણ વિના, એની હવે એ જમાવટ નથી.... (૪)
છે ષડયંત્ર સમયનું, જરુંર તારું વયકિતતવ બદલી દેશે, પણ જાવું મારે લક્ષ્ય ની પાર, મૂક પડયા રહેવાનું હવે ટાણું નથી..... (૫)
-Dr. Brijesh Mungra