____જીવતાં લોકો ની દુનિયાને જીવ આપતો ગ્યો, દુઃખનો પહાડ માથે ઝીલી તું મુખે મલકતો રહ્યો, શાન અને શાંતિ થી સહન કરતાં શિખવાડ્યું તે, પોતાનું દુઃખ મનમાં દબાવી અંદરોઅંદર કપાઈ ગયો, શું દોષ હતો દુનિયાનો તું કહી ના શક્યો, દુઃખ દરદ દશાનો તે અણસાર આવવા ના દીધો, વગર ભરોશે "અંજાન" ને તે અપાર ભાવ દીધો, સંતાકૂકડી નો ખેલ તો તું કઈક એવો રમ્યો, એકલા મૂકી અમને ગગનમાં અલોપ થઈ ગયો..*
*_ભટકું છું ભવ માં, તું ક્યાં દેખાય છે ?_*
😊
-Ashok Chàvda_Anjan