Gujarati Quote in Poem by SUNIL ANJARIA

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક યુગલગીત વેલેન્ટાઈન દિવસ નિમિત્તે
'સપનાં સમાવ્યાં છે'
***************
(એક નવાં પ્રેમીઓનું યુગલગીત.)

પુરુષ: મેળવી નજર તમે કામણ કર્યું, શું નેણ નચાવ્યાં છે
નયનોમાં અમે હવે તમારાં સ્વપ્નાં સમાવ્યાં છે.

સ્ત્રી: કામણ કરું શું હું, નજરે તમારી અમ દિલડાં કાપ્યાં છે
બસ તમે, તમે ને તમે મારાં રોમેરોમ વ્યાપ્યા છે.

પુરુષ: આંખો ચમકે હીરા સમી, શું રંગ રાખ્યો છે
ઉરમાં સજાવું એ રંગને જેનો સ્વાદ ચાખ્યો છે.

આવકાર મળ્યો તમ નેણનો, અમે પાસ આવ્યા છે
નયનોમાં અમે હવે તમારાં સ્વપ્નો સમાવ્યાં છે.

સ્ત્રી: બોલીશ નહીં હું હવે એ વાત ફરીફરી
થઈ પાગલ તમારા પ્રેમમાં, ઘાયલ તમે કરી.

ભૂલી જાઉં છું ભાન, જ્યારે તમે સ્મિત આપો છો
બસ હવે તમે જ મારાં રોમેરોમ વ્યાપો છો.

પુરુષ: અમે તો તમારી અમી નજર પર વારી ગયા
નજર શું માંડી તમે, અમે જિંદગી હારી ગયા.

સ્ત્રી:આવ્યા તમે પાસે ત્યાં તો સમય અટકી ગયો
સાથે તમારી જીવવા મને આશા મૂકી ગયો.

પુરુષ: તો આવ સીંચીએ મધુર સંસારનાં શમણાં જે વાવ્યાં છે
નયનોમાં સાથે મળી સ્વપ્નાં સમાવ્યાં છે.

-સુનીલ અંજારીયા
***
(ગાઈ પણ શકાય તેવું છે. matrubharti માં વેલેન્ટાઈન દિન નિમિત્તે મુકું છું.)

Gujarati Poem by SUNIL ANJARIA : 111661039
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now