Gujarati Quote in Poem by Rinku Panchal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગઝલ : --- મ્યાનમાં રાખો ....
કવિયિત્રી : --- જિજ્ઞા મહેતા

બધી નાજુક અદાઓને સમેટી બાનમાં રાખો
વધારે જુલ્ફ ભીની હોય તો ટુવાલમાં રાખો.

તમે થાકી જશો નાહક હવેથી બહુ વિચારો નહિ.
હવે બસ યોગ શીખીને મગજને ધ્યાનમાં રાખો.

ઘણાં નાજુક ચહેરાઓ, મળ્યા રસ્તા ઉપર અમને.
ઉભા રાખી અમે કીધું નજાકત માપમાં રાખો.

બધી કાચી કુંવારી બહુ ફરે છે લાગણી રસ્તે.
મને ત્યાંથી બચાવી આપનાં આવાસમાં રાખો.

હજી તારા ભરોસા પર ભરોસો ખૂબ છે કહેવા.
હૃદયની બ્હાર ઉભી છું હૃદય દરબારમાં રાખો.

અમે દુશ્મન તમારા દોરડે બાંધીને રાખ્યા છે.
તમે તલવાર ખેંચો નહિ, જરા એ મ્યાનમાં રાખો.

છુપાવી રાખવા માટે નથી આપ્યા બધા ચ્હેરા.
હવે પડદા હટાવી રૂપ ખુલ્લા બાગ માં રાખો

જિજ્ઞા મહેતા

Gujarati Poem by Rinku Panchal : 111660258
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now