"જીવન"
યુદ્ધો કદીએ ના લડાયે રણ ઉપર
પ્રથમ લડતા હોય છે એ મન પર,
છાંયડા દીધા જેને એ હાથોમાં કુહાડી
આફત આ કેવી ખડી છે વન ઉપર?
પારધીના તીરથી પંખી તો નીચે પડ્યું
એ પછી શું આ પવન ઉપર?
સ્વતંત્રતા મળી તમને એનો અર્થ એ નથી
તરાપ તમે મારી શકો કોઈ ના જીવન ઉપર!
ડાળી કૂંપળ પાન અને ફૂલ ફળ,
કયારેય વૃક્ષ નથી બોલ્યું એનાં કવન પર.