સદાબહાર વસંત ખીલી,
તારી આંખોની પલક સંગ!
સ્મિત થઈ મોસમ મરકી ઉઠી,
તારી ઝાંખીના ઓછાયા સંગ!
તું મોસમ બની ઉઠી,
સાદગીના સદગુણ સંગ!
કોઈ કારણ જરૂર હશે,
તારી સુંદરતાની સાક્ષી સંગ!
કાજલ ફીકું બની ગયું,
તારી આંખોની નમી સમ!
લાલી ઘટી ગઈ કુદરતની,
તારી લજ્જા સંગ!
-Setu