પુસ્તકો બન્યાં નોંધારા,
પુરાયા એ સૌ કબાટમાં,
વ્યસ્ત છે સહુ કોઈ,
લઈને મોબાઈલ હાથમાં,
નથી સમય કોઈ પાસે,
વાંચવાને પુસ્તકો,
રમવું છે સૌએ ઓનલાઈન ગેમ,
નથી વાંચતા યોગ્ય પુસ્તકો,
અને કરે છે ગુગલ સર્ચ,
જો ન આવડે કંઈ.
નથી વાંચવું પુસ્તક, કારણ
મળી રહે છે જવાબો,
માત્ર આંગળીના એક ટેરવે.
અનુભવે છે અકળામણ એ પુસ્તકો,
પુરાઈ જઈને કબાટમાં.
કરે છે વિનંતી એ સૌને,
કોઈ તો જુઓ અમને!
કાઢો બહાર આ કબાટમાંથી,
અને ઉથલાવો અમારાં પાનાં.
માને છે આભાર આ પુસ્તકો,
એ સૌ વાચક મિત્રોનો, કે
જેમણે હજુ પણ નથી છોડ્યો
સાથ એમનો.
- સ્નેહલ જાની