મળે જો એમનો સાથ તો શું વાત થાય,
રંગોમાં ભળીને ઉમંગનો શું સૈલાબ થાય.
આંખોથી જો મળે આંખો તો અણધારી જો વર્ષા થાય,
વાત જો એ આગળ ધરે તો કોયલનો ટહુકાર થાય.
પાપણનાં પલકારામાં જો હા ની અનુભૂતિ થાય,
તો મોજાની શું વિષાદ, હૈયાની હેલીની પણ ભરતી થાય
મળવાની જો ઝંખના એના મનમાં પણ જાગે તો શું થાય
ખુલ્લા મને ભેટી જવાની તીવ્ર ઇચ્છા આજ થાય.
-Paresh Bhajgotar