તારી મારી બનતી નથી પણ,
તારા વિના ગમતું પણ નથી
ભાઈ તું જ મને વધારે વ્હાલો છે
એક પ્યાર ભર્યો સંબંધ જે તારો અને મારો છે
લડાઈ છે, ઝગડો છે, પણ તું જ મારો સહારો છે
ભાઈ તું જ મને વધારે વ્હાલો છે
પિતા પછી વાત્સલ્યનો હાથ છે તું
ખુશીઓ ની સંગાથ છે તું
ભાઈ તું જ મને વધારે વ્હાલો છે
દુઃખ ની બધી વાતો કરી શકાય
હેત ની એ ગાંઠ કદી ન તોડી શકાય
ભાઈ તું જ મને વધારે વ્હાલો છે
જીંદગી છે અનેક સંબંધો માં વહેચાય છે
પરંતુ શ્રેષ્ઠ સંબંધ ભાઈ - બહેન નો કહેવાય છે
ભાઈ તું જ મને વધારે વ્હાલો છે
વારંવાર મને સાસરે મોકવાની વાત કરે પણ,
પછી પોતે જ પાછળથી નાં પાડે
ભાઈ તું જ મને વધારે વ્હાલો છે
સ્નેહ અને ભાવ નો અનોખો સંગમ છે
શબ્દ માં ન વર્ણવી શકાય એવો પ્રેમ છે
ભાઈ તું જ મને વધારે વ્હાલો છે