અનકહી થઈ કબૂલાત....
એના દુઃખ એ વિસરાવી ગયો,
એના સુખ ની એ ભાગીદાર થઈ,
ત્યાં થઈ પ્રણય ની શરૂઆત
'ને થઈ અનકહી કબૂલાત....
એના ગુણ તે અપનાવતો ગયો,
એની ચાહત તે સમજાતી ગઈ,
ત્યાં થઈ પ્રણય ની શરૂઆત
'ને થઈ અનકહી કબૂલાત....
એની માંગ વિનકહે પૂર્ણ તે કરતો ગયો,
એનો હાથ તે હર પગલે આપતી ગઈ,
ત્યાં થઈ પ્રણય ની શરૂઆત
'ને થઈ અનકહી કબૂલાત....
ના એણે કર્યો ઇકરાર,
ના મેં માંગ્યો સાથ,
તો એ થઈ પ્રણય ની શરૂઆત
'ને થઈ અનકહી કબૂલાત....
-PARL MEHTA