નવરા બેઠા નખોદ વાળે;
જ્યારે ચડે છે એ ચાળે;
વધારે પડતો વખત એ,
પાદરના ચોરાહે ગાળે;
વધેરવું હોય તો વધેરજો,
માને નહીં એ કોઇ કાળે;
કર્મ નઠારાં કર્યા જેમણે,
આવે આવા એને ફાળે;
નખોદિયા હોવા છતાંય,
મજબૂરી માં એને પાળે;
પેટે પાટા બાંધી ઉછેળ્યા,
આવા જ આંતરડા બાળે;
જણે તો પાણો જણે, પણ
આવા ન જન્મે કોઇના દ્વારે;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)