દિવસો ઢળતા ગયા,
ને,
આથમતી ગઈ સાંજ,
રડતું હૃદય મારુ,
ને,
કોરી રહેતી આંખ,
જરીક જલદી આવીજા વ્હાલમ,
આવીને તુંજ કાજળ આંજ,
વિરહમાં તારી મેતો,
રોકી રાખ્યો છે હૃદય નો બાંધ,
હવે રાહ જોતા તારી,
સુની શેરીઓ પણ મારે છે હાક,
ક્યાં સંતાઈ ગયો છે વ્હાલમ,
જરાકતો સાદ માંડ,
સુની શેરીઓ ને સુનું મારું આંગણું,
હવે જલદી આવીને તારા પ્રેમનો છાંટો નાખ,
જરાક જલદી આવીજા વ્હાલમ,
આવીને તુંજ કાજળ આંજ.
B+ve
-Krishna