ક્યારેક આપણે સામેની વ્યક્તિ પાસેથી કરેલ આશા કે અપેક્ષા પુરી થઈ શકે નહીં તો આપણે કરેલ કામ, અને તે વ્યક્તિ ઉપર કરેલ અપેક્ષાઓ ના લેવલ પ્રમાણે આપણને નફરતની ભાવના ઉપજે છે..જે આપણને સ્વાભાવિક લાગે છે.
સામેવાળી વ્યક્તિ પાસેથી ત્યારે જ અપેક્ષા રાખી શકાય જ્યારે આપણે, તેમણે ખુદે રાખેલ અપેક્ષા થી વધારે જરુરીયાત પુરી કરી શકીએ અને તે પોતાના છુપા અહં ને પોષવા આપણી અપેક્ષાઓ ને પોતાની આગામી જરુરીયાત મુજબ સંતોષે છે.
ગીતામાં અનાસક્તિ યોગ ઉપરવટ થઈને વાત કરે છે, એના મુજબ કોઈ અપેક્ષા રાખવી - આપણા કરેલા કાર્યો નું 'મુલ્ય' આંકવા બરાબર છે. નદીમાં પથ્થર ફેંકીને એ આશા રાખવી કે એ પાણી નહીં ઉડાડે , એ બાલિશ ચેષ્ટા છે.
આપણે કાર્ય નું મુલ્યાંકન કરી તે વ્યક્તિને બાંધી લઈએ છીએ જે સુષ્ટિ વિરુદ્ધ છે, આપણે ફક્ત આપણા 'ભાગે' આવેલ ફરજ પુરી કરી શકીએ છીએ.આપણે કરેલ કામ નો નિજાનંદ લેવો અને સામેની વ્યક્તિને ને કમસેકમ આપણી અપેક્ષાઓ થી સ્વતંત્ર રાખવો એ જ નિષ્કામ કર્મ છે.