Gujarati Quote in Thought by Nipa Patel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

😌😌


*અમૂક ઉંમર પછી સૌથી લાંબુ અંતર.....આપણી પથારી થી આપણા વોશરૂમ સુધી નું હોય છે.....,*

*ત્યારે ફક્ત આંખો જ નહીં ..., ચાદર પણ ભીની થાય છે......, ઓશિકા, ગાદલાં, કપડાં બધું જ પલળે છે....!,*

*બાળપણ મા ડાયપર માં થી માંડ નીકળેલા આપણે.. ફરી પાછા ડાયપર માં પ્રવેશી એ છીએ.. ફરી પાછું આપણી પાસે કોઈ આવે ને ડાયપર બદલી દે, એની રાહ જોવાની....,ડાયપર ની સાઈઝ સિવાય કશું જ બદલાતું નથી...*

*એ તબક્કે કબાટ માં પડેલા પ્રોપર્ટી ના ડોક્યુમેન્ટ્સ અને ચેકબુક.... ઈચ્છે તો પણ આપણી મદદ નહિ કરી શકે.....!,*

*વોશરૂમ માં નખાવેલા મોંઘાદાટ કમોડ અને બાથરૂમ ફીટીંગ્સ, ચાલી ને આપણા સુધી આવી પણ નહીં શકે... મહેનત કરીને મેળવેલી બધી જ લક્ઝરી લાચાર થઈ ને આપણ ને જોયા કરશે અને આપણ ને વોશરૂમ સુધી જવા ની લક્ઝરી પણ નહિ મળે...*

*ત્યારે જિંદગી આપણા વશ માં નહીં હોય ....અને આપણે પોતે પથારી વશ હોઈશું....!*

*જીવતર ના બોર્ડ ની પરીક્ષા નું સાચું રીઝલ્ટ ત્યારે ખબર પડશે....*

*ધીમા અવાજે એક જ વાર બોલાવીએ અને ઘર ના કોઈપણ ખૂણે થી ઘરની જ કોઈ વ્યક્તિ જો બેડપેન (BedPan) લઈને હાજર થઈ જાય.. તો સમજવું કે.....આપણું ઇન્વેસ્ટમેન્ટ યોગ્ય જગ્યાએ હતું...*

*જુવાની ના દિવસો માં જે સંબંધ હાથ માં ચા અને ચહેરા પર સ્મિત લઈને આપણી તરફ દોડતો..., એ જ સંબંધ જો હાથ માં બેડપેન અને ચહેરા પર વ્હાલ લઈને આપણી તરફ દોડતો હોય તો બેંક ના સ્ટેટમેન્ટ વગર પણ આપણે સમજી જવું જોઈએ કે આપણે સમૃદ્ધ છીએ.....*

Gujarati Thought by Nipa Patel : 111651889
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now