ફરી વળ્યો છું આખું શહેર હવે થાક લાગે છે...
કાપ્યું જાજુ અંતર આજ સુધી,
હવે મંઝીલ નજીક જોઈને થાક લાગે છે...
અજાણ્યે રસ્તે જાણતી થઈ થઈ ને પસાર થયા છે,
હવે જાણીતા ને જોઈ જોઈ ને થાક લાગે છે...
કાદવમાં પળી ને ય અમે તો કમળ થયા છે,
હવે તો ચોખ્ખું સરોવર જોય ને ય થાક લાગે છે...
ન બોલાવતા ને'ય હોંકારો દીધો છે અમે,
હવે કોઈ બોલાવે તો ય થાક લાગે છે...
ઘડી બે ઘડીની આ જિંદગી છે,
એક નાનો વિસામો ફરી એ જ સફર છે,
આ ફરી શરૂવાતથી અંત સુધીની રમતમાં,
અંજામ સૌ ને ખબર છે , તો ય જિંદગી હવે થાક લાગે છે...
ભાવેશસિંહ