"માં"
" માં " આજ મને તું એક વાત કહેવા દે....
તારા ખોળે બેસી મને ઘડીક ફરી રડવા દે...
" માં " આજ મને તું મારી ભૂલ ગણવા દે....
તારી આંગળી પકડી બે ડગર ફરી ચાલવા દે...
" માં "આજ મને તું આ સમાજની કડવાશ રેવા દે...
તારા હાથ ની એ મીઠાશ મને ફરી ચાખવા દે...
" માં "આજ મને તું આ મગજનો કકળાટ છોડવા દે..
તારી આંગળી ને મારા માથા માં હળવેથી ફેરવી દે...
" માં " આજ મને તું દુનિયાની બધી ખુશી વ્યાજે મૂકવા દે...
તારી એક સ્મિત પાછળ મને ઈશ્વર સાથે લડવા દે...
# Jemm Hingu:)