Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગંગાસતી ની વાણી...૩૧
🍁🍁🍁🍁🍁🍁🍁

પ્રેમલક્ષણા ભક્તિ જેને પ્રકટી તેને, કરવું પડે નહીં કાંઈ રે,
સદગુરુ વચનની છાયા પડી ગઈ તેને,અઢળક પ્રેમ જાગ્યો ઉરમાય
પ્રેમલક્ષણા...

ભાઈ રે !
પ્રેમલક્ષણા ભક્તિ શબરીએ કીધી ને,હરીએ આરોગ્યા એંઠા બોર રે
આવરણ અંતરમાં એકે નહિ આવ્યું રે,ત્યાં ચાલે નહિ જમનું જોર
પ્રેમલક્ષણા...

ભાઈ રે !
પ્રેમ પ્રગટ્યો વિદુરની નારી ને રે,ભૂલી ગઈ દેહનું ભાન રે
કેળાની છાલ માં હરિને રીઝાવ્યાને,તેને છૂટ્યું અંતરનું માન રે
પ્રેમલક્ષણા...

ભાઈ રે !
એવો પ્રેમ પાનબાઈ જેને પ્રગટ્યો રે,તે સહેજે હરિ ભેગો થાય રે
ગંગાસતી એમ બોલિયાં રે,તેથી જમરાજા દૂર થાય રે
પ્રેમલક્ષણા...

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Gujarati Religious by બાબા સત્સંગી : 111650631
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now