Gujarati Quote in Poem by Jayvant Bagadia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🌺 *ફૂલોની શીખ* 🌺

સિંહાસન ચડતા કૃષ્ણને પણ આંખેં અંધકાર દેખાય છે,
ઊંચે ચડવાનો મને મોહ નથી , પછી પગથિયાં ગણવાનું શાને કહેવાય છે?

સૂરજનો અંધકાર દૂર કરવા મેં એક દીપ પ્રગટાવ્યો છે,
સુદામા કહે, જગતને પ્રકાશ ન પણ દેખાય, પણ મારા ઝૂંપડામાં તેજ દેખાય છે

દોસ્તી આજકાલ ભંગારમાં કબાડીને ત્યાં વેચાય છે,
હૃદય માટે સમય નથી પણ ટાઇમનો ઈન્ડેક્સ ઓલ ટાઈમ હાઈ છે

બાગમાં ફૂલોને રોકવા ઊંચી ઊંચી વાડ દેખાય છે,
પણ 'જયવંત' સુગંધને કોણ રોકી શકે, ભલે સામે માળી દેખાય છે.

*- જયવંત બગડીયા*
🌺🌸🌺🌸🌺🌸🌺

Gujarati Poem by Jayvant Bagadia : 111650390
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now