જુની તસ્વીર નો ડબ્બો એટલે.....
યાદો થી ભરેલ મીઠાઈ નો ડબ્બો.....
જેને વાગોળીને યાદોના સંસ્મરણો.....
આપણી સામે એક પછી એક ખુલતા જાય.....
આ યાદોનો ભરેલ ડબ્બો ખુલ્યો ને......
ભુલાયેલી યાદો પણ નજરે ચડી જાય......
છુપાવેલી યાદો ને દિલમા રહેતા લોકો.....
હજું પણ સામે છે એવો ભાસ થાય......
આખા જીવનની ન ભુલાયેલી યાદો ને.....
નજર સામે રહેતી પણ યાદો.....
લાગતું હતું એવું કે હમણાં જ
આ બધા વીતી ગયા પલો.....
ખુલે છે જયારે આ યાદો ત્યારે.....
પાછા આપણે તે પલોને જીવવા લાગીએ છીએ.......
તેને જોઈને ચહેરા પર કયારેક ખુશી તો.....
કયારેક બોર જેવડાં આંસુ ટપકી પડે.......
આવી છે આપણી જુની તસ્વીર નો ડબ્બો.....
ન કયારેય ભુલાય ન ભુલાવા દે......
......✍✍💞💞💞